Friday, 22 July 2011

ચહેરાની કાળાશ દુર કરવા અજમાવી જોવો આ ઉપાય

આજની ફાસ્ટ લાઈફમાં દરેકને સુંદર દેખાવું તો સૌને હોય છે પણ સમય કોની પાસે છે. તેમાં પણ દરરોજની મીટિંગ્સ, હજારો કામ અને આ તડકામાં ફરવાનું પછી રંગ બેરંગ થઈ જાય એમાં કંઈ મોટી વાત નથી.

પણ આપ કેટલાંક સામાન્ય ઉપાયો જે તમારો વધારે સમય પણ નહીં લે અને તમને ગોરા બનાવવાની સાથે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધાર લાવશે.

તો આ રહ્યાં તે ઉપાય જેનાથી ન ફક્ત તમારા ચહેરાની કાળાશ દુર કરી ગોરો રંગ મેળવી શકો છો પણ એક સારુ સ્વાસ્થ્ય પણ મેળવી શકો છો.

- એક ડોલ પાણીમાં બે લિંબૂનો રસ નીચોવી નાહવાથી સ્કિન ટોનમાં ફરક આવશે એટલું જ નહીં આના રેગ્યુલર ઉપયોગથી સ્કિનની અન્ય કેટલીએ બિમારીઓ દુર થશે.
-આંબળાનો મુરબ્બો રોજ ખાવાથી બે-ત્રણ મહિનામાં જ રંગમાં બદલાવ જોવા મળશે તેમજ લોહી શુદ્ધ થશે
-દરરોજ સવાર સાંજ ગાજરનો અડધો ગ્લાસ રસ પીવાથી એક મહિનામાં જ રંગ નિખરી જશે તેમજ તમારા શરિરમાં રેજિસ્ટેશન પાવર પણ વધારશે.
-દરરોજ સવાર સાંજ જમ્યા બાદ વરિયાળી દરરોજ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને સ્કિન ટોનમાં પણ ફરક પડે છે.

No comments:

Post a Comment