Friday, 22 July 2011

ડાયાબિટીસ દુર કરવાનો અકસીર ઈલાજ છે મકાઈ!



-મકાઈથી એનિમિયા, કેન્સર અને કબજીયાત સામે પણ રક્ષણ મળે છે
ચોમાસાની સિઝન શરૂ થતા જ માર્કેટમાં ઠેર ઠેર મકાઈના ડોડા જોવા મળશે. એટલું જ નહીં મોટાભાગના લોકો મકાઈના શોખિન પણ હોય છે.

પણ શોખ અને પસંદીદા ચોમાસાની આઈટમ હોવાને કારણે ભલે તમે મકાઈ ખાતા હોવ પણ હકીકત તો છે કે આપની આ ટેવ આપને એક સ્વસ્થ આરોગ્ય બક્ષી રહ્યું છે.

હાલમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે, મકાઈ ખાવાથી કબજિયાતની તક્લિફ મટે છે અને ડાયાબિટીસ થયો હોય તો શરીરમાં બ્લ્ડ સુગરના પ્રમાણે સંતુલિત કરે છે.

એટલું જ નહીં આંતરડાંના કેન્સર અને એનિમિયા સામે પણ રક્ષણ આપે છે. અનેક સંશોધનો અને અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે કે મકાઈમાં ભરપુર માત્રામાં પ્રોટિન છે અને પોષક તત્વો છે જે મોટાભાગના રોગ સામે લડવાની તાકત પુરી પાડે છે.

મકાઈમાં વિટામિન બી-1નું પ્રમાણ પણ વધુ હોય છે જેથી શરીરમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ જળવાઈ રહે છે. વિટામીનની હાજરીને કારણે માનસિક સમસ્યાઓ પણ ઘટે છે.

વિટામિન સી અન્ય રોગો સામે રક્ષણ પુરુ પાડે છે. મકાઈમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી કબજિયાત જેવા રોગો સામે રક્ષણ મળી રહે છે. તે શરિરમાં બ્લડ સુગરનું પ્રમાણ સંતુલિત રાખે છે.

મકાઈમાં રહેલાં ફોલિકા એસિડ બાળકોમાં જન્મજાત રોગોથી બચાવે છે. એનિમિયા સામે પણ તે રક્ષણ પુરુ પાડે છે.

No comments:

Post a Comment