
આજકાલ રસોઈમાં પામ ઓઈલનું ચલણ ખુબ જ વધી ગયું છે. આ ઓઈલ ખુબજ ગુણકારી પણ છે. તે કોલેસ્ટ્રોલ ફ્રી છે એટલું જ નહીં તે શરીરને ઉર્જા પણ પુરી પાડે છે.
-પેસ્ટ્રી, કુકીઝ, ક્રેકર્સ અને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવતા પદાર્થમાં આ ઓઈલ વાપરવામાં આવે છે.
-આ ઓઈલમાં 'હાર્ડ સોલિડ' ફેટ નેચરલી હોય છે જે અન્ય તેલમાં ખાસ પ્રોસેઝ કરવી પડે છે.
-આ ઓઈલ એન્ટીઓક્સીડેટ્સથી ભરપુર છે.
-આ ઓઈલમાં હાજર ટોકોટ્રાઈનોલ્સ વિટામિન ઈનું પ્રામાણ પુષ્કળ હોય છે. જે કેન્સર, બ્લ્ડ ડિસઓર્ડર જેવી બીમારીથી બચાવે છે.
-સ્કીન માટે પણ ઉત્તમ છે તેમજ ફર્ટીલીટી પણ વધારે છે.
-પામઓઈલમાં બીટા કેરોટિનનું પ્રમાણ હોવાથી તેનો રંગ થોડો લાલાશ પડતો હોય છે. તે વિટામિન એનું મહત્વનું સ્ત્રોત છે. જે અલ્ઝાઈમર, હ્રદય રોગ, આર્થરાઈટ્સ કેન્સર અને મોતિયા જેવી બીમારીથી બચાવે છે.
-આ એક સેચ્યુરેટેડ તેલ છે જે નારિયલ તેલથી વધારે સ્વાસ્થ્યવર્ધક છે.
No comments:
Post a Comment