Wednesday, 3 August 2011

શું તમારા વાળ ડ્રાય છે? આહાર સુધારો

કુદરતની સુંદર ભેટ એટલે તમારા વાળ. વાળ તમારી સુંદરતા વધારે છે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. જો તમે તમારા વાળની ભલે સારામાં સારા પ્રોડક્ટ્સથી સંભાળ રાખો પણ જો તમારુ શરીર સ્વસ્થ નહીં હોય તો વાળ પણ સારા નહીં જ રહે. તમારા વાળને શેમ્પૂ, કંડિશનર અને સિલ્કી અને શાઈની બનાવવાની સાથે જો યોગ્ય ડાયેટ જાળવશો તો તમારા વાળનુ સ્વાસ્થ્ય પણ ઘણુ સારુ રહેશે.

· પાંદડા વાળા લીલી શાકભાજીમાં લોહ તત્વ હોય છે જે તમારા વાળને સુંવાળા અને રેશમી બનાવવા માટે ઉપયોગી થઈ શકશે.
· વાળના ગ્રોથ માટે પ્રોટિન પણ ઘણુ સારો ખોરાક છે.
· વિટામીન ઈ વાળના વિકાસ માટે જરૂરી છે. માટે એવાકાડો, નટ્સ, સીડ્સ અને ઓલિવ ઓઈલ નિયમીત રીતે ખાઓ.
· કેલ્શિયમથી ભરપૂર ખોરાક જેમ કે દૂધ, દહીં, ચીઝ, બ્રોકોલી, રાયના દાણા અને પાલકનો આહારમાં સમાવેશ કરો.
· નિયમીત કસરત, જરૂરી ઊંઘ અને ખરાબ આહારની અવગણના સારો વિકલ્પ છે.
· ફળ, શાકભાજી, અનાજ અને વટાણા એ તમારા શરીર અને વાળ બન્ને માટા સારા છે.
· ટમેટા અને લીલા શાકભાજીનુ સૂપ પીઓ.
· તમારા રાત્રિના ભોજનમાં દહીં ઉમેરો, તેમાં વિટામીન હોય છે અને થોડુ પ્રોટિન પણ હોય છે.
· હેલ્થી ડાયેટ તમારા વાળની ગુણવત્તા સુધારે છે. તો તમારી ખોપરીને ખવડાવો અને પીવડાવો જેથી તમે મેળવી શકો સુંદર વાળ.

No comments:

Post a Comment