રેમ્પ પર ચાલતી મોડેલ કે મેગેઝિનમાં દેખાતી અભિનેત્રીની આકર્ષિત કરતી સુંદર આંખો હકીકતમાં આર્ટિફિશિયલ આઈલેશેઝનો કમાલ હોય છે. તમે પણ ઘરે બેઠા તેમની મદદથી તમારી આંખોને સુંદર બનાવી શકો છો, જાણો કેવી રીતે?
એવું જરૂરી નથી કે બધી જ મહિલાઓની પાંપણ પર ઘાટા વાળ હોય. કોઈની પાંપણ પર ઓછા વાળ હોય છે, તો કોઈની પાંપણ વાળથી ભરપૂર હોય છે તો વળી કોઈની પાંપણ ઘાંટી તો હોય છે પરંતુ લંબાઈમાં ઓછી હોવાને કારણે તે જરૂરી દેખાવ આપતી નથી. કુદરતી રૂપથી પાંપણોનું ભલે ગમે તેવું સ્વરૂપ હોય, પરંતુ જ્યારે કૃત્રિમ પાંપણની જાદુગરી એના પર ચાલે છે ત્યારે આંખો બોલવા લાગે છે.
આર્ટિફિશિયલ આઈલેશેઝ અંગે જાણીતી બ્યુટિશિયન નિક્કી બાવા જણાવે છે કે, રેમ્પ પર ચાલતી મોડેલ કે મેગેઝિનના કવર પર ચાલતી કોઈ અભિનેત્રીની સુંદર આંખો હકીકતમાં ફંકી દેખાવવાળી આર્ટિફિશિયલ આઈલેશેઝનો કમાલ હોય છે, જેનાથી તેમને ગ્લેમરસ લુક મળે છે. તેમની લંબાઈ એકથી દોઢ ઈંચ જેટલી હોય છે. તેઓ રંગીન આઈલેશેઝનો ઉપયોગ કરતી હોય છે, જેમાં ગોલ્ડન, સિલ્વર, બ્લૂ, પિંકનો સમાવેશ થાય છે. આવી કૃત્રિમ પાંપણ ફકત સ્ટેજ પર જ સારી લાગે છે.
આ પ્રકારની પાંપણની મદદથી તમે પોટો શૂટ પણ કરી શકો છો. સામાન્ય પ્રસંગે આર્ટિફિશિયલ આઈલેશેઝનો ઉપયોગ કરવા માગતી મહિલાઓ માટે બ્લેક આઈલેશેઝ સૌથી સારી છે. આ કૃત્રિમ પાંપણ નાયલોનના રેસાથી બને છે. તેની લંબાઈ વધુ ન હોય કે તે વધુ ઘાટી ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, કેમકે વધુ ઘાટી આઈલેશેઝ આર્ટિફિશિયલ દેખાવ ઊભો કરે છે. આર્ટિફિશિયલ આઈલેશેઝ બજારમાં રૂ.૧૦૦ થી રૂ.૩૫૦માં મળે છે.
લગાવવાની રીત
કૃત્રિમ પાંપણને તમે ઘરે પણ સરળતાથી લગાવી શકો છો. સૌથી પહેલા તો કૃત્રિમ પાંપણ પર આઈલેશ ગ્લૂ લગાવો અને તેને થોડી વાર માટે સુકાવા દો. ત્યાં સુધી આંખો પર આઈલાઈનર લગાવી લો. હવે તમારી ઉપરની પાંપણ પર આ આર્ટિફિશિલ આઈલેશેઝ લગાવીને બીજી વખત આઈલાઈનર લગાવો, જેથી નકલી પાંપણના દોરાનો રંગ દેખાય નહીં. ત્યાર બાદ મસ્કરા જરૂર લગાવો, જેથી કરીને અસલી પાંપણ અને નકલી પાંપણ એક-બીજા સાથે સારી રીતે ચોંટી જાય. ઊંઘતા સમયે કૃત્રિમ પાંપણ કાઢીને તેને કલીન્ઝિંગ મિલ્કથી સારી રીતે સાફ કરીને આઈલેશેઝ બોક્સમાં મુકી દો. હવે આંખોને પણ કલીન્ઝિંગ મિલ્કથી સાફ કરો. ફેસવોશથી ચહેરો ધોતા સમયે મોઢા પર પાણી ભરીને ઓછામાં ઓછા દસ વખત ખુલ્લી આંખો પર પાણીના છાંટા નાખો.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
- સારા બ્રશવાળા મસ્કરાનો ઉપયોગ કરો.
- કર્લરથી પાંપણના વાળને ઉપરની તરફ કર્લ કરો. તેને મસ્કરા લગાવતાં પહેલા લગાવો.
- આંખો પર વધુ પાણી ન લાગવા દો. તેનાથી કૃત્રિમ પાંપણ નિકળી જશે.
આંખોની તંદુરસ્તી માટે
મેકઅપ કરતી મહિલાઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આર્ટિફિશિયલ આઈલેશેઝ હટાવ્યા બાદ મસ્કરાને ખાસ કરીને કલીન્ઝરથી સારી રીતે સાફ કરો. જો તમે નિયમિત રીતે આર્ટિફિશિયલ આઈલેશેઝ લગાવો છો તો આંખોની સંભાળ માટે નીચેના કેટલાક ઉપાય આજમાવો
- હાથોને સારી રીતે ધોયા બાદ આંગળીઓથી બંધ આંખોને હળવા હાથે દબાવો અને એકથી બે મિનિટ આંગળીઓને ગોળ-ગોળ ફેરવીને મસાજ કરો. આ સરળ કસરત તમારી આંખોને તંદુરસ્ત રાખશે, જેનાથી તમારી આંખો ચમકશે.
- વધુ એક સારી કસરત એ છે કે એક મીણબત્તી સળગાવો અને થોડા સમય સુધી તેની ઝાળ પર આંખોને કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરો.
- આ સિવાય ખુરશી પર પીઠ સીધી કરીને બેસી જાઓ અને પહેલા ઘડિયાળના કાંટાની દિશામાં તથા પછી ઘડિયાળના કાંટાની વપિરીત દિશામાં આંખોને ફેરવો.

No comments:
Post a Comment