ચીનના ડોક્ટર તેમના સંશોધનો મ્યુનિસિપાલિટીઓને વેચીને કમાણી કરશે
બેફામ ડ્રાઇવિંગ હકીકતમાં એક રોગ હોવાનું ચીનના ડોક્ટરે જણાવ્યું હતું. તેઓ હવે તેમના રાષ્ટ્રમાં આ સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ડૉ. જીન હ્યુકિંગ આશરે ત્રણ દાયકાથી કેટલાક વાહનચાલકો અન્યો કરતાં વધુ અકસ્માત કેમ કરતા હોય છે તેના પર અભ્યાસ કરી રહ્યા છે. તેમણે ચીનની હજારો બસ, વાન અને ટેક્સી ડ્રાઇવરોના આંકડા પર અભ્યાસ કર્યો છે. તેમણે અનેક માનસિક ટેસ્ટ અને બ્લડ સેમ્પલ્સ તપાસ્યાં છે અને ગત વર્ષે તેમણે ખરાબ ડ્રાઇવરોની વાંશક્તિને જાણવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના અહેવાલમાં જણાવાયું હતું.
તેમણે કહ્યું હતું કે, ‘કારમાં સેફ્ટી બેલ્ટ, એર બેગ્સ અને અન્ય અનેક અધ્યતન સાધનો હોય છે. આ ઉપરાંત રસ્તા પણ ઘણા સારા હોય છે, પરંતુ લોકોને વધુ સારા બનાવવા મુશ્કેલ છે. લોકોને તમારે નિયંત્રિત કરવા પડશે. તેમનાં પર નિયંત્રણો લાદવાં પડશે.’
ડોક્ટર શારીરિક અને માનસિક રીતે નબળા ડ્રાઇવરો દ્વારા થતા અકસ્માતોનાં કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા જોખમ ખેડનારા અથવા દબાણના સમયે યોગ્ય માનસિક સમતુલન ધરાવનારાને રસ્તાઓ પરથી દૂર રાખીને યોગ્ય તાલીમ આપવાની તેઓ ભલામણ કરે છે.
તેમણે જણાવ્યું કે અકસ્માત સર્જનારાઓને વ્યવસાયિક ડ્રાઇવિંગથી દૂર રખાય એ જરૂરી છે અન્યથા ટ્રાફિકમાં અકસ્માતોની મોટી કિંમત ચૂકવવી પડે છે.ડૉ. હ્યુવિંગ તેમના રોડ સેફ્ટી પ્રોગ્રામના સંશોધનને ચીનની મ્યુનિસિપાલિટીઓને વેચીને કમાણી કરવા માગે છે. ડૉ. જીનની એન્હુઇ સાનલિયન ગ્રૂપ કંપનીએ ત્રિસ્તરીય માર્ગસુરક્ષા પ્રોગ્રામ બનાવ્યો છે. જેમાં ડ્રાઇવરોના ટેસ્ટ માટેની બેટરી, તેમની તાલીમ અને રસ્તાની સમસ્યાઓ પર ધ્યાન રાખવા માટેના કેમેરાનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment