Friday, 22 July 2011

ડાયાબિટીઝના દર્દીને આનાથી સારી 'દવા' ન મળી શકે!


ચોમાસુ ભલે આમ ન બેઠુ હોય પણ ચોમાસાનું આ ફળ તો બજારમાં સરળતાથી મળતું થઈ ગયું છે. અહીં અમે વાત કરી રહ્યાં છે 'કાળા જાબું'ની. જો આપ ડાયાબિટીઝના દર્દી છો તો આપ માટે રામબાણ ઈલાજનું કામ કરશે આ ફળ. આમ જોવા ભલે નાના અમથા દેખાતા જાબું પણ તેમાંગુણોનો ભંડાર છે.

જાબુંના ફળનું ફળ જ નહીં આનાં ઝાડના થડથી માંડીને તેના પાંદડા પણ ઉપયોગી છે. જાબું વર્ષના અમુક જ મહિનાઓ માટે મળે છે. ફક્ત જાબું જ નહીં તેના ઠડિયા પણ સુગરની બીમારીને કંટ્રોલમાં રાખે છે.

આ ઠડિયાનું ચુરણ બનાવી તેને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો. દરરોજ તેનો ઉપયોગ તમને આપશે ડાયાબિટીઝ સામે રક્ષણ આપે છે.

જાબુંના ફળમાંથી સિરકા પણ બની શકે છે. જે ઘણું ઉપયોગી છે. જાબું એક દવા જેવું છે. તેને પ્રિઝવેટીવ તરીકે રાખી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.

No comments:

Post a Comment