Friday, 22 July 2011

મોબાઇલ ફોન મગજના કેન્સરની શક્યતાને પાંચ ગણી વધારે છે

મોબાઇલ ઉપયોગને કારણે ગ્લિઓમા બ્રેઇન ટ્યુમરનું પ્રમાણ વધ્યું છે : અહેવાલ

સ્વીડનના વિજ્ઞાનીઓએ મળેલા તાજા પુરાવાઓના વિશ્લેષણના આધારે જણાવ્યું છે કે નાની ઉંમરથી જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા કિશોરો એકાદ દાયકા સુધી પણ તેનો ઉપયોગ ચાલુ રાખે તો મગજના કેન્સરની શક્યતા પાંચ ગણી વધી જાય છે. ઓન્કોલોજી અંગેના આંતરરાષ્ટ્રીય સામિયકમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં ગ્લિઓમા નામે બ્રેઇન ટ્યુમરના કેસોનું પ્રમાણ વધ્યું છે અને છેલ્લાં દશ વર્ષથી મોબાઇલનો ઉપયોગ કરી રહેલા લોકોમાં આ કેસોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાન સંલગ્ન કેન્સર સંશોધન એજન્સીએ તાજેતરમાં જણાવ્યું કે હેન્ડસેટનું વિકીરણ નુકસાનકારક છે . પરંતુ એજન્સી કેન્સર સાથે મોબાઇલ ઉપયોગને સીધો સંબંધ છે એમ કહેવામાં ઊણી ઊતરી હતી.

હવે ડેઇલી ટેલિગ્રાફે સંશોધન અહેવાલની વિગતો આપતાં બાળકોને મોબાઇલ ઉપયોગના ભયસ્થાનોથી જાગૃત કરવા પર ભાર મૂક્યો છે. ઓર્બેરો એન્ડ ઉમિયા યુનિવર્સિટીના સંશોધકો ૧૯૯૭થી ૨૦૦૩ સુધીમાં મગજના કેન્સરથી પીડાઇ રહેલા ૧૨૦૦ જેટલા લોકોનો અભ્યાસ કરીને આ તારણ પર પહોંચ્યા છે. આ દર્દીઓ પૈકી ૯૦૫ લોકો હજીપણ જીવી રહ્યા છે. સંશોધકોએ જે દર્દી ગુજરી ચૂક્યા છે તેમના દ્વારા થતા રહેલા ટેલિફોન ઉપયોગની વિગતો તેમના કુટુંબીજનો પાસેથી મેળવી હતી. સંશોધનના અંતે તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે મોબાઇલ અને કોડલેસ ફોન એમ બંને બ્રેઇન ટ્યુમરનું જોખમ વધારનારા છે.

No comments:

Post a Comment