આ પીવાના ઘણા લાભો છે. હવે આ લાભોની યાદીમાં વધુ એકનો ઉમેરો કરો- સંશોધકોનું કહેવું છે કે રોજ એક કપ ચા પીવાથી ગાંઠો સંકોચાય છે અને કેન્સરને વિકસવાનું જોખમ ઘટે છે. અગાઉનાં સંશોધનોએ દર્શાવ્યું હતું કે ચામાંના આરોગ્યપ્રદ એન્ટિ- ઓક્સિડન્ટ ગુણધર્મો અને ફ્લેવોનોઈડનું ઊંચું પ્રમાણ કેટલાક કેન્સર ઉપરાંત હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે. હવે નવા અભ્યાસે દર્શાવ્યું છે કે બ્લેક ટી કેન્સરને રોકવામાં મદદરૂપ બની શકે છે. અભ્યાસમાં અમેરિકન સંશોધકોએ માત્ર બ્લેક ટી અને ઉલોંગ ચાઈનીઝ ટીમાં મળતા દ્રવ્ય થીઆ ફ્લેવિન-૨ (ટીએફ-૨)નું વિશ્લેષણ કર્યું હતું. ટીએફ-૨ કેન્સરના કોષોને મારતું હોવાનું જણાયું હતું. અભ્યાસમાં એ બાબત તપાસવામાં આવી હતી કે ટીએફ-૨ કેવી રીતે કેન્સરના કોષોને મારે છે.
સંશોધકોને જણાયું હતું કે ટીએફ-૨થી આવા કોષો ત્રણ કલાકમાં સંકોચાય છે. સંશોધકોએ જ્યારે કેન્સર કોષોને મારતા જનીનોના ચોક્કસ સેટનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓને જણાયું કે ટીએફ-૨ આ જનીનોને સક્રિય કરે છે. અભ્યાસે એ પણ દર્શાવ્યું હતું કે કોકસ-૨ તરીકે ઓળખાતા ઈન્ફલેમેટરી એન્ઝાઈમને ઉત્તેજન આપતા જનીનની સક્રિયતાને ટીએફ-૨ દબાવી દે છે, એટલું જ નહીં, તે અન્ય ઈન્ફલેમેટરી મોલેકયુલ્સની સક્રિયતાને પણ ઘટાડે છે.
યુકેમાંની ટી એડવાઈઝરી પેનલના ટીમ બોન્ડે કહ્યું હતું, ‘અભ્યાસે દર્શાવ્યું છે કે બ્લેક ટીના ઘટક દ્રવ્યો કેન્સર કોષોને સંકોચવા અને મારવામાં મદદ કરી શકે છે અને / અથવા તેના પરિણામે ગાંઠોની સંખ્યા ઘટાડવામાં મદદરૂપ બને છે. આ તારણો સૂચવે છે કે માનવોમાં કેન્સરનાં જોખમ પર બ્લેક ટી અને તેના ઘટક દ્રવ્યોની અસરનું મૂલ્યાંકન કરવા ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે. બ્લેક ટીના ઘટક દ્રવ્યોની ઔષધીય ઉપયોગિતા પર વધુ પ્રકાશ પાડવા નવા અભ્યાસોની જરૂર છે.’ Friday, 22 July 2011
રોજ એક કપ ચા કેન્સરને દૂર રાખે
આ પીવાના ઘણા લાભો છે. હવે આ લાભોની યાદીમાં વધુ એકનો ઉમેરો કરો- સંશોધકોનું કહેવું છે કે રોજ એક કપ ચા પીવાથી ગાંઠો સંકોચાય છે અને કેન્સરને વિકસવાનું જોખમ ઘટે છે. અગાઉનાં સંશોધનોએ દર્શાવ્યું હતું કે ચામાંના આરોગ્યપ્રદ એન્ટિ- ઓક્સિડન્ટ ગુણધર્મો અને ફ્લેવોનોઈડનું ઊંચું પ્રમાણ કેટલાક કેન્સર ઉપરાંત હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે. હવે નવા અભ્યાસે દર્શાવ્યું છે કે બ્લેક ટી કેન્સરને રોકવામાં મદદરૂપ બની શકે છે. અભ્યાસમાં અમેરિકન સંશોધકોએ માત્ર બ્લેક ટી અને ઉલોંગ ચાઈનીઝ ટીમાં મળતા દ્રવ્ય થીઆ ફ્લેવિન-૨ (ટીએફ-૨)નું વિશ્લેષણ કર્યું હતું. ટીએફ-૨ કેન્સરના કોષોને મારતું હોવાનું જણાયું હતું. અભ્યાસમાં એ બાબત તપાસવામાં આવી હતી કે ટીએફ-૨ કેવી રીતે કેન્સરના કોષોને મારે છે.
સંશોધકોને જણાયું હતું કે ટીએફ-૨થી આવા કોષો ત્રણ કલાકમાં સંકોચાય છે. સંશોધકોએ જ્યારે કેન્સર કોષોને મારતા જનીનોના ચોક્કસ સેટનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓને જણાયું કે ટીએફ-૨ આ જનીનોને સક્રિય કરે છે. અભ્યાસે એ પણ દર્શાવ્યું હતું કે કોકસ-૨ તરીકે ઓળખાતા ઈન્ફલેમેટરી એન્ઝાઈમને ઉત્તેજન આપતા જનીનની સક્રિયતાને ટીએફ-૨ દબાવી દે છે, એટલું જ નહીં, તે અન્ય ઈન્ફલેમેટરી મોલેકયુલ્સની સક્રિયતાને પણ ઘટાડે છે.
યુકેમાંની ટી એડવાઈઝરી પેનલના ટીમ બોન્ડે કહ્યું હતું, ‘અભ્યાસે દર્શાવ્યું છે કે બ્લેક ટીના ઘટક દ્રવ્યો કેન્સર કોષોને સંકોચવા અને મારવામાં મદદ કરી શકે છે અને / અથવા તેના પરિણામે ગાંઠોની સંખ્યા ઘટાડવામાં મદદરૂપ બને છે. આ તારણો સૂચવે છે કે માનવોમાં કેન્સરનાં જોખમ પર બ્લેક ટી અને તેના ઘટક દ્રવ્યોની અસરનું મૂલ્યાંકન કરવા ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે. બ્લેક ટીના ઘટક દ્રવ્યોની ઔષધીય ઉપયોગિતા પર વધુ પ્રકાશ પાડવા નવા અભ્યાસોની જરૂર છે.’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment